રાજકોટનો 24 વર્ષીય યુવાન વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી વ્યાજની ચૂંગલમાં ફસાયો

રાજકોટમાં વધુ એક યુવાન વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી વ્યાજની ચૂંગલમાં ફસાઈ ગયો છે. રાજકોટમાં રહેતો 24 વર્ષીય યુવાન ધંધા માટે 10 લાખ 3% વ્યાજે લીધેલ હતા, જેની સામે 2 એકર જમીન વ્યાજખોરોએ લખાવી લીધેલ હતી. આ પછી દેણું થઇ જતા વધુ રકમ અન્ય લોકો પાસેથી વ્યાજે લીધેલ હતી. જેની કુલ રકમ 90 લાખ થતા ત્રણેય વ્યાજખોરો સાથે મળી અમારી 2 એકર જમીન બારોબાર વહેંચી દીધી હતી અને મારી પાસેથી 15 લાખ રકમનો ચેક પડાવી લીધેલ છે. આમ પઠાણી ઉઘરાણી કરતા 3 વ્યાજખોરો સામે આજીડેમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી દર્પણભાઈ હંસરાજભાઈ પાનસુરીયા (ઉ.વ.24) એ જણાવ્યું હતું કે, હું એસ.કે.એમ એન્જીનીયરીંગ નામે કારખાનામાં મજુરી કામ છું. મારા પિતા પણ મજુરી કામ કરે છે. હુ 2021માં ગણેશ સોસાયટીમાં રહેતો હતો ત્યારે વ્યાજ-વટાવનો ધંધો કરતા અલ્પેશભાઇ દોંગા સાથે મુલાકત થઈ અને મારે પ્લાસ્ટિકના ધંધામા પૈસાની જરૂરીયા પડતા અપ્લેશભાઈ દોંગા પાસેથી રૂપિયા 10 લાખ 3% વ્યાજે લીધેલ હતા અને વ્યાજ એકસાથે ચુકવવાનુ નક્કી થયેલ હતુ. તેના બદલામા મે મારા પિતાના નામની અમારા ગામની લીલી સાજડીયાળી ગામની બે એકર જમીનનો રજીસ્ટર દસ્તાવેજ વિજયભાઇ રામાણીના નામે અલ્પેશભાઇ દોંગાના કહેવાથી કરી આપેલ હતો અને અલ્પેશભાઇએ મને કહેલ હતુ કે, તુ જયારે મને વ્યાજ સહીત પૈસા આપી દઈશ ત્યારે હુ જમીનનો દસ્તાવેજ તારા નામે કરી આપીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *