નિદ્રાધીન 46 વર્ષના મહિલાના ઘરમાં ઘૂસી 22 વર્ષનાપાડોશી શખ્સે ગાઉન ઊંચું કરી બીભત્સ અડપલાં કર્યા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક સોસાયટીમાં બુધવારે વહેલી સવારે લાંછનરૂપ ઘટના બની હતી. 46 વર્ષની મહિલા પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે પાડોશી 22 વર્ષનો શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને નિદ્રાધીન મહિલાનું ગાઉન ઊંચું કરી મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી. ઘટનાને પગલે મહિલા જાગી ગયા હતા અને દેકારો મચતા આરોપી નાસી ગયો હતો. જોકે બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની આકાશદીપ સોસાયટી મેઇન રોડ પરના એક મકાનમાં બુધવારે વહેલી સવારે દેકારો મચી ગયો હતો. 46 વર્ષના મહિલા પોતાના ઘરે 4.45 વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક જ તેમના શરીરના ગુપ્તભાગે કોઇ શખ્સ અશ્લીલ હરકત કરી રહ્યો હોય તેવું લાગતાં મહિલા અચાનક જ નિદ્રામાંથી જાગી ગયા હતા. મહિલાની આંખ ખૂલી તો તેમની બાજુમાં તેમનો પાડોશી ગોપાલ નામનો શખ્સ જોવા મળ્યો હતો. મહિલાએ દેકારો કરતાં તેમના પરિવારજનો પણ જાગી ગયા હતા અને ગોપાલ દોટ મૂકીને ભાગી ગયો હતો. મહિલાએ ઘટના અંગે જાણ કરતાં પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા અને મામલો તાલુકા પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો.

મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઘરમાં સૂતા હતા ત્યારે તેમના ઘરથી ત્રણેક મકાન દૂર રહેતો ગોપાલ નામનો શખ્સ તેમના મકાનની અગાશી પરથી ઘરમાં ઘુસ્યો હતો અને નિદ્રાધીન મહિલાનું ગાઉન ઊંચું કરી અંદર હાથ નાખી અશ્લીલ હરકત કરી હતી. મહિલાની વાત સાંભળી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ આરોપી 22 વર્ષના ગોપાલ દુધાત્રાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી ગોપાલની આગવીઢબે સરભરા કરી તેના કાયદાનું ભાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પૂર્વે જ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં અમદાવાદના મહિલા નર્સ પોતાના ઘરે એકલા હતા ત્યારે તેમનો પાડોશી શખ્સ બદઇરાદે મહિલા નર્સના ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા સાથે બળજબરી શરૂ કરી હતી. મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ મહિલા નર્સને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હત્યાની ઘટનાને હજુ એક જ મહિનો વિત્યો છે ત્યાં રાજકોટમાં વધુ એક મહિલા પોતાના ઘરે નિદ્રાધીન હતા ત્યારે તેના પાડોશીએ ઘરમાં ઘૂસી મહિલા સાથે અશ્લીલ હરકત કર્યાનું બહાર આવ્યું હતું. શહેરમાં આવી સતત બની રહેલી ઘટનાથી મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. આવા તત્ત્વોને પોલીસ કાયદાનો ‘બોધપાઠ’ આપે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *