કુવાડવા રોડ પર રૂડા ટ્રાન્સપોર્ટ હેમાળીની સામે ઝુંપડપટીમાં રહેતો રમા જગદીશ જીડીયા (ઉ.વ.20) ગઈકાલે બપોરના સમયે તેમની માતા સાથે કુવાડવા નજીક આવેલ તળાવે ન્હાવા માટે ગયો હતો ત્યારે તેમની સાથે તેમના બનેવી પણ હાજર હતા. બન્ને ન્હાવા માટે તળાવમાં ગયા બાદ ઉંડા પાણીમાં યુવાન ગરક થઈ ગયો હતો. બાદમાં તેમના બનેવીએ તેમની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળના અંતે યુવકનો મૃતદેહ હાથમાં આવ્યો હતો. બાદમાં 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્ટાફે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ભંગારની ફેરી કરતો અને બે ભાઈમાં નાનો હતો.