વડોદરામાં રિક્ષાચાલકે ધોળે દિવસે બિલ્ડિંગના દાદરે યુવતી પર દુષ્કર્મ આચર્યું

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી વસંત કુટીર બિલ્ડિંગના દાદર પર ધોળેદિવસે યુવતી ઉપર રિક્ષાચાલકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સયાજીગંજ પોલીસે CCTVની મદદથી આરોપીની ધરપકડ કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીને મદદ આપવાના બહાને આરોપી રિક્ષાચાલક વસંત કુટીર બિલ્ડિંગમાં લઇ ગયો હતો. જ્યાં હવસખોર રિક્ષાચાલકે દાદર પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો.

વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતી મૂળ રાજસ્થાનની 39 વર્ષીય યુવતી સાથે સાયબર ફ્રોડ થયું હતું. જેથી યુવતીએ 1930 નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે યુવતી ગઇકાલે બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી હતી. જો કે, યુવતી પાસે રિક્ષાના ભાડાના રૂપિયા પણ નહોતા. આ સમયે સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક રિક્ષાચાલક યુવતીને મળ્યો હતો અને તેને યુવતીને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

યુવતી બેંક સ્ટેટમેન્ટ લેવા માટે બેંકમાં જવા માટે નીકળી હતી અને રિક્ષાચાલકના સંપર્કમાં આવી હતી. રિક્ષાચાલકે પણ યુવતી સાથે સંવાદ શરૂ કર્યો હતો અને પોતાની મુશ્કેલી અંગે રિક્ષાચાલક સાથે વાત કરી હતી. જેમાં રિક્ષાચાલકે યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. રિક્ષામાં બેસાડ્યાં બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. જે બાદ યુવતીને સયાજીગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઇ ગયો હતો, પરંતુ હોટલ બંધ હોવાથી હવસખોર રિક્ષાચાલકે વસંત કુટીર બિલ્ડિંગના પગથિયામાં જ યુવતી સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *