ચીનના દાવા પર અમેરિકાએ કહ્યું- અરુણાચલ ભારતનો ભાગ છે

અમેરિકાએ કહ્યું છે કે તેણે અરુણાચલ પ્રદેશ પર ચીનના નિવેદનો સામે ભારતના વલણને સમર્થન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે અરુણાચલ ભારતનો એક ભાગ છે, સાથે એવું પણ કહ્યું કે તેઓ લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ની પાર કોઈપણ વિસ્તાર પરના દાવાનો વિરોધ કરીએ છીએ.

ચીનના નિવેદન બાદ અમેરિકાએ આ વાત કહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9-10 માર્ચે અરુણાચલની મુલાકાત લીધી હતી. અહીં 13 હજાર ફૂટની ઉંચાઈ પર સેલા ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 11 માર્ચે ચીને આનો વિરોધ કર્યો અને અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કર્યો હતો.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું- અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે. અહીં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી ખોટી છે અને અમે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાર સૈન્ય, નાગરિક ઘૂસણખોરી અથવા અતિક્રમણ દ્વારા કોઈપણ પ્રદેશ પર દાવા કરવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસનો વિરોધ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *