સર્વિસ સેક્ટરના ગ્રોથથી GDP ગ્રોથ 4.9% પર પહોંચશે : ઇકરા

સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરાએ વર્ષ 2022-23ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 4.9%ના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કર્યો છે. જેમાં ગત ક્વાર્ટરના 4.4%થી આંશિક વધારાનું અનુમાન છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ સંસ્થા આગામી 31 મેના રોજ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર માટેના જીડીપી ગ્રોથના આંકડાઓ જાહેર કરશે. ઇકરાના અંદાજ અનુસાર સર્વિસ ગ્રોસ વેલ્યૂ એડેડ પણ નાણાકીય વર્ષ 2023ના 6.2 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન 6.4% છે. સર્વિસ સેક્ટરના 14 સૂચકાંકો માંથી 9 સૂચકાંકોનું વાર્ષિક પ્રદર્શન નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં સુધર્યું છે.

ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન આર્થિક ગતિવિધિઓ અસમાન રહી હતી, જેમાં સ્થાનિક સ્તરે સેવાની માંગ વધી હતી અને માલ સામાનની નિકાસમાં ઘટાડાને સામે આશ્ચર્યજનક રીતે મજબૂત સેવા નિકાસ જોવા મળી હતી. કોમોડિટીની ઓછી કિંમતોને કારણે કેટલાક સેક્ટર્સમાં માર્જીન માટે રાહત મળી હતી જ્યારે રોકાણની પ્રવૃત્તિ અને સરકારી ખર્ચનો ટ્રેન્ડ મિશ્ર રહ્યો હતો.

જો કે, કમોસમી ચોમાસાને કારણે કેટલાક રવી પાકના ઉત્પાદન પર અસર થઇ છે જેને કારણે એગ્રી GVAના ગ્રોથ પર દબાણ વધ્યું છે. ICRAના અંદાજ મુજબ ઇન્ડસ્ટ્રીયલ GVAનો વાર્ષિક ગ્રોથ પણ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરના 2.4 ટકાથી વધીને 3.6 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરમાં મજબૂત પરફોર્મન્સ છે. વાવેતર વિસ્તાર, વહેલી વાવણી, સ્વસ્થ અને ખાતરોની ઉપલબ્ધતામાં સુધારો વર્ષ 2023ના રવિ પાક માટે સારા સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *