જો જમતા જમતા પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો,નહી તો થશે આવું

આપણું આયુર્વેદ વર્ષોથી કહે છે કે સર્વ રોગનું મૂળ પેટ છે. તેના કારણે આપણા શરીરમાં દરેક સમસ્યા જન્મે છે. તેનાં મૂળ ક્યાંક ને ક્યાંક તો પેટ સાથે જોડાયેલાં જ હોય છે. આપણે પેટમાં ગમે તેવો ખોરાક નાખીએ છીએ તેથી પેટ બગડવા લાગે છે. જે વ્યક્તિનું પેટ સારું હોય તે નીરોગી રહે છે, તેને કોઇ બીમારીનો ખતરો રહેતો નથી. સ્વસ્થ રહેવા માટે તેથી જ પાચનતંત્રને વધારે મજબૂત કરવું જરૂરી છે. તમારી પાચનક્રિયા સારી હોય તો તમારું શરીર અને મગજ સ્વસ્થ રહેશે. તેથી તેની અસર તમારી કામ કરવાની શક્તિ પર વધારે પડે છે. તેથી આપણે ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તેથી તમારે વધારે પડતું ભોજન ન કરવું, સમય પર ભોજન કરી લેવું અને મોડે સુધી જાગતાં રહેવું નહિ અને એક મહત્ત્વની વાત જમતી વખતે પાણી પીવું નહીં.

જમતી વખતે પાણી ન પીવું
ઘણી વ્યક્તિઓને જમતી વખતે પાણીનો ગ્લાસ સાથે લઇને બેસવાની આદત હોય છે. રોજિંદા ભોજનમાં દાળ-ભાત, રોટલી-શાક, દૂધ-દહીં અને ઘણી જાતનાં ફળ લઈએ છીએ. આ બધી વસ્તુ પેટમાં જાય છે ત્યારે તે પેટમાં આપણા શરીર માટે ઊર્જા ઉત્પન્ન કરે છે. તેથી આપણા શરીરને શક્તિ મળી રહે છે. જ્યારે આપણે ભોજન કરી લઈએ છીએ ત્યારે આપણા પેટની અંદર બે ક્રિયા થવા લાગે છે, પાચન અને ફર્મેન્ટેશન.

પાચનની સમસ્યા ઊભી થાય છે
આપણે જે કંઈ પણ ભોજન તરીકે ખાઈએ છીએ તે આપણા શરીરમાં જાય છે અને જમતા સમયે જે પેટમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે તેને આપણે જઠરાગ્નિ તરીકે ઓળખીએ છીએ. તે અગ્નિ આપણે ભોજન કરવાનું ચાલુ કરીએ ત્યારથી લઈને ભોજન પતી જાય ત્યાં સુધી ઉત્પન રહે છે. કેટલાક લોકોને ભોજન કરતા સમયે પાણી પીવાની આદત હોય છે અને ઘણા તો તેની સાથે ઠંડું ફ્રીઝનું પાણી પીએ છે. આવું કરવાથી જઠરાગ્નિ ઠરી જાય છે. તેથી પાચનની સમસ્યા ઊભી થાય છે.
તેથી જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.
જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું
જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ, જેથી પાચનક્રિયા સરળ થાય.

આયુર્વેદ મુજબ પેટમાં આ અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે જ પેટમાં રહેલું ભોજન પચે છે અને તેનો રસ બને છે. જો આપણા પેટમાં આ અગ્નિ ઓલવાઈ જશે તો તમારા પેટમાં રહેલો ખોરાક પચી શકે નહીં અને તે સડવા લાગે. તે પેટની અંદર બગડી જાય છે. તેના કારણે આપણા શરીરમાં અનેક બીમારી થઇ શકે છે, જેવી કે યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને હૃદયને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે. જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો આપણે પહેલાં આપણા પેટને સ્વસ્થ્ય રાખવું જોઈએ. તેથી આપણે ભોજન કર્યા બાદ અડધાથી એક કલાક પછી પાણી પીવું જોઈએ અને ભોજન કરતા સમયે આપણે તેની સાથે પાણી ન પીવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *