પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. મત ગણતરી વચ્ચે વલણ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચ 18 કલાકના વિલંબ બાદ સત્તાવાર પરિણામો જાહેર કરી રહ્યું છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બાકીની બેઠકો અનામત છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.