અત્યારની ભાગદોડના જીવનમાં મોટાભાગના લોકોના શરીરમાં કોઇને કોઇ તકલીફ જોવા મળે છે. તેમાં પણ ડાયાબિટીસની સમસ્યા તો સાવ સામાન્ય બની ગઇ છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ શુગર લેવલ સતત વધી રહ્યું છે, તો હવે ચિંતા ના કરશો. તમને ડાયાબિટીસ પોતાની લપેટમાં લઇ ચુક્યુ છે. તો આ ઘાતક બીમારીના અમુક એવા ઘરેલુ દેશી ઉપાયો છે, જેના દ્વારા ડાયાબિટીસનો ઇલાજ કરી શકાય છે. તો આવો જાણી તે દેશી ઉપાય વિશે…
- અજમાનુ પાણી
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે અજમાના પાણીનું સેવન કરો, તે તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. તમે જમ્યાની 45 મિનિટ બાદ અજમાનું પાણી પી શકો છો. - આંમળા
બ્લડશુગરને કંટ્રોલમાં રાખવા માંગો છો તો આંમળા પર વિશ્વાસ રાખો. આ વિટામિન સીથી ભરપુર હોય છે તો શુગર કંટ્રોલ રાખવામાં મદદગાર છે. - લસણ
શુગરના દર્દી માટે લસણ ખૂબ જ કામની વસ્તુ છે. તેનુ સેવન શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ મદદગાર છે. - મેથી
ડાયાબિટીસના દર્દીએ મેથીના પાણીનું સેવન જરુર પીવો. તેનાથી તમારુ શુગર લેવલ ઉપર નહીં જાય એટલે કે વધશે નહીં. - જાંબુ
ડાયાબિટીસના દર્દી માટે જાંબુના ઠળીયા ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. તેના ઠળીયાનો પાઉડર બનાવીને તેનુ સેવન કરી શકો છો. - એલોવેરા
ડાયાબિટીસના દર્દીઓ માટે એલોવેરા પણ અસરકારક છે. જો કે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરુર લેવી.