ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી? બ્રેકઅપ દર્દની ઉભરવા અપનાવો આસાન 5 રીત, જિંદગી જીવી જાણશો

જ્યારે એક છોકરો અને છોકરી પ્રેમમાં હોય છે ત્યારે તેમને એવુ લાગે છે કે તેમની પાસે દુનિયાની બધી ખુશીઓ હોય છે. લોકો તેમના પાર્ટનર સાથે હરેફરે છે, મૂવી વગેરે પ્લાન બનાવે છે. બંનેનો પ્રેમ ગાઢ બની જાય છે. પરંતુ અચાનક જો કોઈ મોટા કારણથી કે અન્ય કોઇ ઇશ્યુના લીધે અલગ થવુ પડી શકે છે. જેમ કે, રિલેશનશિપમાં હોય ત્યારે છેતરપિંડી કરવી, એકબીજાની અવગણના કરવી, તમારા સંબંધને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવો, એકબીજાને પૂરતો સમય ન આપવો અથવા પરસ્પર સમજણના અભાવે, બોન્ડિંગ, એટેચમેન્ટ, કેમિસ્ટ્રીનો અભાવ વગેરેના કારણે બ્રેકઅપ થાય છે. આવી સ્થિતિમાં પ્રેમીઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે.


બ્રેકઅપને કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. તેમને એવુ લાગે છે કે દુનિયામાં તે એકલા જ છે, અંદરથી ભાગી પડે છે. આવી સ્થિતિમાં તે આ બધું ભૂલીને જીવનમાં આગળ વધે તે ખૂબ જ જરૂરી છે. ચાલો આજે એવી ટિપ્સ જણાવીએ, જે બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરશે.

  1. જૂની યાદોથી દૂર રહોઃ બ્રેકઅપ પછી તમામ પ્રકારની જૂની યાદોથી દૂર રહેવું જરૂરી છે. તમારે તમારા ભૂતકાળ વિશે વિચારવાનું બંધ કરવું જોઈએ. બધી સારી અને ખરાબ જૂની યાદો તમને હંમેશા તણાવથી ઘેરી શકે છે. આ માટે, તમારા જૂના સંબંધ સાથે જોડાયેલી તમામ વસ્તુઓને દૂર કરવી જોઇએ, અને તમારા કાર્યોમાં ધ્યાન આપવુ જોઇએ.
  2. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો: બ્રેકઅપ પછી મનમાં વિવિધ વિચારો આવે છે. એટલા માટે બ્રેકઅપ પછી એકલા રહેવાનું ટાળવું જોઇએ. પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય વિતાવવો એ બ્રેકઅપ પછી તણાવમુક્ત રહેવાનો બેસ્ટ રસ્તો છે. બ્રેકઅપ પછી તમારા વિચારોને સકારાત્મક રાખો અને તમારા વિચારો પરિવાર સાથે શેર કરો. તે તમને સારું ફિલ થશે.
  3. રમુજી ટીવી શો જુઓ: કેટલાક લોકો બ્રેકઅપ પછી ખાવા-પીવાનું બંધ કરી દે છે, આવી ભૂલ ક્યારેય ન કરો. તેનાથી તમે શારીરિક રીતે નબળાઇ આવી જાય છે. બ્રેકઅપ પછી જીવનમાં આગળ વધવું હોય તો પૌષ્ટિક ખાઓ, સારી વસ્તુઓ વિચારો, મન સેટ કરવા માટે તમારું મનપસંદ કામ કરો, શોખ પૂરો કરો, રમુજી ટીવી શો જુઓ, તેનાથી તમારો મૂડ હળવો થશે.

4.તમારા વિચારો શેર કરો: મોટાભાગના લોકો બ્રેકઅપ પછી તણાવ અને ડિપ્રેશનની સ્થિતિમાં આવી જાય છે, કારણ કે તેઓ પોતાને એકલા અનુભવે છે અને તેમના વિચારો કોઈની સાથે શેર કરી શકતા નથી. પરંતુ બ્રેકઅપ પછી ટેન્શન ફ્રી રહેવા માટે તમારી લાગણીઓને શેર કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમારા મનમાં જે હોય તે તમારા મિત્રો અને નજીકના લોકો સાથે શેર કરો.

  1. યોગ કે કસરત કરોઃ બ્રેકઅપ વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. આવી સ્થિતિમાં, યોગ અને ધ્યાન માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે. બ્રેકઅપ પછી ટેન્શનમાં બેસી જવાને બદલે તમે યોગ અને કસરત દ્વારા તમારી જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *