બાયડના પુંજાપુરમાં કિશોરની હત્યાની અદાવતમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો

બાયડ તાલુકાના વસાદરા ગામ પાસે આવેલ પુંજાપુર ગામે સોમવારના રોજ લગ્ન પ્રસંગમાં ભારે તોફાન થઈ ગયું છે. આજ ગામમાં થોડા સમય પહેલાં એક કિશોરની હત્યાને લઈ મૃતક પરિવાર તથા આરોપી પરિવાર લગ્ન પ્રસંગમાં સામસામે આવી જઈ પથ્થર મારો કરી તોફાન મચાવતાં હલચલ મચી ગઈ છે.વસાદરા ગામ પાસે આવેલા પુંજાપુર ગામે 2021ના નવેમ્બર મહિનામાં ગામના સચિન પગી નામના કિશોરની હત્યા થઈ હતી. આ હત્યા પ્રકરણમાં કૌટુંબિક કિશોરની ધરપકડ પણ થઈ હતી.

લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી
​​​​​​​બે વર્ષ વીત્યા બાદ સોમવારના રોજ બપોરના સુમારે આરોપી કિશોરના સગામાં લગ્ન હોય વરઘોડો નીકળ્યો હતો. ત્યારે સામેથી આવતી મૃતક કિશોરના સગાની ગાડી વચ્ચે આવતાં ગાડી હટાવવાને લઈ પહેલાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ બોલા ચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જોત જોતામાં મામલો મારામારી ઉપર આવી જઈ લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *