અમદાવાદમાં PM મોદીનો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. UAEના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી એને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જોકે, બંને દેશના વડા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ શો કરી રહ્યા છે. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવશે. તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી રહી છે.

અમદાવાદ એરપોર્ટ બહાર પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિના સ્વાગત માટે અરૂણ નામનો યુવક પોતાની બોડી પર ઇન્ડિયાના રાષ્ટ્ર ધ્વજ દોરાવી આવ્યો છે. અરુણે બોડી પર INDIA UAE FRIENDSHIP LONG LIVE પણ લખાવ્યું હતું. અરુણે જણાવ્યું હતું કે, તે પીએમ મોદીનો ફેન છે. તે ટીમ ઇન્ડિયાનો ફેન પણ છે જેથી મેચમાં પણ આવતો હતો. અગાઉ ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં પણ આવ્યો હતો.

પૂર્વ અમદાવાદના મુસાફરો ડફનાળા જંક્શનથી આવવાનું ટાળવું, ગાંધીનગર અને એરપોર્ટ જવા માટે મેમ્કો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવો. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોને સલાહ છે કે તેઓ રિંગરોડ અને ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી અને ભદ્રેશ્વર જંક્શન પહોંચી શકશે. જો ખૂબ જ ઇમર્જન્સી હોય તો ત્યાં હાજર પોલીસ સાથે રોડ બંધ માટે વાત કરી શકાશે અથવા ટ્રાફિક હેલ્પલાઈન 1095 પર ફોન કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *