વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસે હાઈવે પર ગાબડાં પડી જતાં સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ થયો છે. અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા છે, જેને કારણે વાહનચાલકો જ નહીં, આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે.
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો છે. જાંબુવાબ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિકજામમાં ફસાઇ ગયા હતા. અવારનવાર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી
ગઈકાલની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી છે. ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક તરફની લેનમાં ભારે ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. વાહનચાલકો પરેશાન થઈ જતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.