માનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં અટકાવવામાં આવેલાં 300 ભારતીયો સાથેનું વિમાન ટૂંક સમયમાં ભારતમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરશે. તેણે સોમવારે સવારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી ઉડાન ભરી હતી.
ફ્રાન્સની કોર્ટના આદેશ બાદ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. રવિવારે ચાર ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કર્યા બાદ પ્લેનને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પ્લેનમાં હાજર 2 લોકો પ્લેનમાં મુસાફરી કરી રહેલા 300 લોકો કરતા અલગ છે. તેઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી.
તે જ સમયે, 10 લોકોએ ફ્રાન્સમાં જ શરણ માગી હતી. તમામ લોકો કામદાર હોવાનું કહેવાય છે, જેમને નિકારાગુઆ થઈને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, 300 ભારતીયોમાંથી 11 સગીર છે જેઓ તેમના માતાપિતા સાથે નથી. તે જ સમયે, ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, પ્લેનમાં સવાર મોટાભાગના ભારતીયો પંજાબ અને ગુજરાતના હોવાનું કહેવાય છે. આ અંગેનો રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે.