બોગસ ચેક પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ

અલ્હાબાદ પ્રયાગરાજની કંપનીનો રૂ.98 લાખનો બોગસ ચેક બનાવી વટાવી લેવાના પ્રકરણમાં પકડાઇને જેલહવાલે થયેલા ગાંધીનગરના આરોપીએ જામીન પર છૂટવા માટે કરેલી અદાલતે ફગાવી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, ગત તા.13-10-2023ના રોજ ભક્તિનગર સર્કલ પાસે આવેલી એચ.ડી.એફ.સી.બેન્કમાં કોઇ અજાણ્યા ઇસમે ફિઝિક્સવાલા પ્રા.લિ. અલ્હાબાદ પ્રયાગરાજના એચ.ડી.એફ.સી. એકાઉન્ટધારકનો રૂ.98 લાખનો ચેક ક્લિયરિંગ કરવા આપી કર્ણાટકના ચિકોડીમાં આવેલી એચ.ડી.એફ.સી. બેન્કમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. તે બેન્કમાંથી અન્ય આરોપીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલમાં રહેલા ગાંધીનગરના શખ્સ પ્રદીપસિંહ વિક્રમસિંહ જાડેજાએ જામીન પર છૂટવા અરજી કરી હતી જેનો સરકારી વકીલે વિરોધ કરતા રજૂઆત કરેલ કે આવા ગુનામાં આરોપીઓને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુનાઓ કરશે. જે રજૂઆત ધ્યાનમાં લઇ સેશન્સ જજ એચ.એચ.વર્માએ આરોપીની જામીન અરજી રદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *