પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે શુક્રવારે સાંજે ગુમ થયેલી બે વર્ષની બાળકીની બે કલાક શોધખોળના અંતે ઘરના થોડા જ અંતરેથી લાશ મળતાં બાવરી પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો હતો. બાળકીને ઉઠાવી જઈને પટકીને હત્યા કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે.
મૃતક અનિતાની માતા આરતી બેને જણાવ્યું કે સાંજે છ વાગે અનિતા સુઈ ગઈ હતી. તપાસ કરતાં ખબર પડી કે ઘરમાં તે નથી આજુબાજુ શોધખોળ કરી પણ ના મળી. અમારા આજુબાજુના 15થી 20 છોકરા સતત શોધ ખોળ કરી રહ્યા હતા 300 400 મીટર દૂર ઘાસ પર અંધારામાં બાળકી મૃત હાલતમાં જોવા મળી હતી અમે 108ને બોલાવી હતી.
હાલ સિવિલમાં લાવ્યા છીએ. ઘટના બનતા આજ પાલનપુર પોલીસ તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તબીબો સાથે વાતચીત કરી હતી. ઉપરાંત બાળકીના મૃતદેહ પર ઇજાના નિશાન અંગેની નોંધ કરી હતી. મોતના કારણની તપાસ માટે બાળકીનું સીટી સ્કેન કરાવાયું હતું. જોકે બાળકીને માથા પર ઇજા હોવાથી જમીન પર પટકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મનાઈ રહ્યું છે.