ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે. મુંબઈ ઈન્ડિયન્સે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે.
જોકે ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી નથી. ફ્રેન્ચાઇઝીએ 19 દિવસ પહેલાં પંડ્યા ગુજરાત ટાઇટન્સ સાથે રૂ. 15 કરોડમાં ટ્રેડ થયો હતો. પંડ્યા માટે બે ફ્રેન્ચાઇઝી વચ્ચે તમામ રોકડ સોદો થયો હતો. ત્યારથી પંડ્યાને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી હતી.
ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું – ઓલરાઉન્ડર પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ચાર્જ લેવા માટે તૈયાર છે, સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર, સૌથી સફળ અને પ્રિય કેપ્ટનોમાંના એક પ્રખ્યાત રોહિત શર્માની જગ્યા લેશે.
ગુજરાતને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્મા બાદ કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યાએ પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાતની ટીમ 2022ની સીઝનમાં ચેમ્પિયન બની હતી.