અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે. આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઈપીનાં નામ છે. આ યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનાં નામ પણ છે. આ ઉપરાંત દેશભરમાંથી 4000 સંત-મુનિઓને બોલાવવામાં આવી રહ્યા છે.
રામજન્મભૂમિ તીર્થક્ષેત્રે સિનેમાજગતમાંથી કંગના રનૌત, અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોંસલેને આમંત્રણ આપવામાં આવ્યાં છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન તાતાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. આ સિવાય મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યાં છે.
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું, “પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે 50 દેશમાંથી એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 50 કારસેવક પરિવારોના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે.