મંગળવારે (5 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે. બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ રજૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આ બિલ પસાર થાય છે, તો સંસદમાં કાશ્મીર પંડિતો માટે 2 અને POKમાંથી વિસ્થાપિત લોકો માટે એક બેઠક અનામત રાખવામાં આવશે.
મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટીનો રિપોર્ટ સત્રના બીજા દિવસે રજૂ કરવામાં આવી શકે છે. સોમવારે આ મુદ્દે ઘણો હોબાળો થયો હતો, પરંતુ કોઈ ચર્ચા થઈ શકી નહોતી. જોકે સેન્ટ્રલ યુનિવર્સિટી અને એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ ચોક્કસપણે રજૂ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, મંગળવારે સવારે ઈન્ડિયા બ્લોક પાર્ટીઓના નેતાઓ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં એક બેઠક યોજાઈ હતી. સંસદનું આ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલવાનું છે, જેમાં 15 બેઠકમાં લગભગ 21 બિલ રજૂ થવાના છે. 17મી લોકસભાનું આ છેલ્લું સત્ર છે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે સરકાર સ્વામીનાથન કમિશનના રિપોર્ટ મુજબ, કૃષિ સુધારા પર કામ કરી રહી છે. આ અંતર્ગત ઉત્પાદનખર્ચ કરતાં 50% વધુ એમએસપી નક્કી કરવામાં આવી છે.