કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધીએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. રાહુલે કહ્યું કે તેલંગાણામાં સીએમ પદ માટે રેવંત રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે.
મંગળવારે દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
જો કે રેવંત રેડ્ડીના નામની સત્તાવાર જાહેરાત હૈદરાબાદમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બાદ થશે. રેવંત 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણામાં પાર્ટીની જીત બાદ સીએમ પદ માટે રેવંત રેડ્ડીનું નામ લગભગ નિશ્ચિત હતું. તેમનો શપથ ગ્રહણ સમારોહ પણ 6 ડિસેમ્બરની સાંજે યોજાવાનો હતો, પરંતુ પાર્ટીના વિરોધને કારણે તેને રદ્દ કરવો પડ્યો હતો.