ભારતીય હુમલાથી કરાચી બંદર સાત દિવસ સળગ્યું

3 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. બીજા જ દિવસે આ યુદ્ધ માત્ર જમીન અને આકાશમાં જ નહીં પરંતુ સમુદ્રમાં પણ શરૂ થયું. ભારતીય નૌકાદળે 4 ડિસેમ્બર, 1971ના રોજ ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ હેઠળ કરાચી નેવલ બેઝ પર હુમલો કર્યો હતો.

આ હુમલો સરળ નહતો. નેવી આ માટે ઘણા મહિનાઓથી પ્લાનિંગ કરી રહી હતી. આપણે 53 વર્ષ પહેલા આ દિવસે થયેલા કરાચી બંદર પરના હુમલા વિશે જાણીશું, જે પાકિસ્તાન નેવીના ઇતિહાસમાં સૌથી કારમી હાર કહેવાય છે.

ઈન્દિરા પાસેથી પરવાનગી લીધી
થયું એવું કે યુદ્ધ શરૂ થયું તે પહેલા ઓક્ટોબર 1971માં તત્કાલિન નેવી ચીફ એડમિરલ એસએમ નંદા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળવા ગયા હતા. તેમણે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પૂછ્યું કે, “જો આપણે કરાચી પર હુમલો કરીએ તો શું સરકારને તેની સામે રાજકીય રીતે કોઈ વાંધો હશે?”

તેના પર વડાપ્રધાને કહ્યું કે તમે આવું કેમ પૂછો છો? જવાબમાં એડમિરલ એસએમ નંદાએ કહ્યું, “1965માં, નેવીને ખાસ કહેવામાં આવ્યું હતું કે ભારતીય પ્રાદેશિક જળસીમાની બહાર કોઈ કાર્યવાહી ન કરે.” આ માટે ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “જો યુદ્ધ છે તો યુદ્ધ છે.” મતલબ કે લડાઈ છે તો લડાઈ છે.

ઓપરેશન ટ્રાઇડેન્ટ ફરી શરૂ થયું કરાચી પર હુમલો કરવાની યોજનાને ઓપરેશન ટ્રાઇડેન્ટ નામ આપવામાં આવ્યું હતું. નેવી ચીફ એડમિરલ એસએમ નંદાના નેતૃત્વમાં ઓપરેશન ટ્રાઇડેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યની જવાબદારી 25મી સ્ક્વોડ્રન કમાન્ડર બબરૂ ભાન યાદવને આપવામાં આવી હતી. આ કામગીરી હાથ ધરવા માટે 2 ડિસેમ્બર 1971ના રોજ, સમગ્ર વેસ્ટર્ન ફ્લીટ મુંબઈથી પ્રસ્થાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *