અસામાજિક તત્ત્વોએ નેશનલ હાઇવે પર લક્ઝરી બસને અટકાવી ક્લીનર ને ચાલકને ઢોરમાર માર્યો

સુરત જિલ્લામાં પોલીસનો ખૌફ જ ન હોય એ અસમાજિક તત્ત્વોએ ગત 24 તારીખની રાત્રે પિકઅપ બોલેરો ચાલકને સાઈડ નહિ આપવા જેવી નજીવી બાબતની અદાવત રાખી કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે-48 પર એક લક્ઝરી બસને રોકી ક્લીનર અને ચાલકને ઢોરમાર મારી પથ્થર ફેંકી કાચ ફોડીને ભાગી ગયા હતા, જેથી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જોકે હાલ કામરેજ પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ હાલ જરૂરી બન્યું છે.

સાઈડ નહિ આપવા બાબતે મારામારી
ગત તા.24 નવેમ્બરના રોજ મુકેશભાઈ પોતાની ટ્રાવેલ્સ લઈ ​​​​​​ રાતના 8 વાગ્યાના સમયે સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા. જ્યાં નહેર રોડની નજીક સીમાડા નાકા પાસે પોતાની બસ ઊભી રાખી હતી. એ વખતે એક ટેમ્પોચાલક ત્યાથી નીકળ્યો અને તેના ક્લીનરે મોટે-મોટેથી બૂમાબૂમ પાડી હતી.

ત્યાર બાદ ટેમ્પો ચાલકે હોર્ન મારુ છુ, તો* સાંભળતો નથી કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આગળ રાજ હોટલ પાસે આવી જા, હું તમને જોઈ લઈશ કહી. ટેમ્પો લઈને ચાલી ગયા હતા. મુકેશભાઈ પોતાની બસ લઈને રાજ હોટલ પાસે પહોંચતાં ત્યા ટેમ્પોચાલક અને બીજા 10 માણસોએ લક્ઝરી બસને રોકી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *