ભરતપુરમાં સમર્થકો વચ્ચે અથડામણ

રાજસ્થાનની 199 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી રાજ્યમાં 40.27 ટકા મતદાન થયું હતું. શહેરોથી લઈને ગામડાં સુધીનાં બૂથ પર મતદારોની લાંબી લાઇન જોવા મળી રહી છે.

છૂટાછવાયા વિવાદોને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ધોલપુર જિલ્લાના બારી વિધાનસભાના રાજાઈ કાલા ગામમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. મતદાન મથકની બહાર બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેને પોલીસે શાંત પાડ્યો હતો. સિકરના ફતેહપુર શેખાવતીમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બંનેએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.

ઝાલાવાડ અને ઉદયપુરમાં મતદાન કરવા માટે લાઈનમાં ઊભા રહેલા બે વૃદ્ધનાં મોત થયાં હતાં, જ્યારે અજમેરના પુષ્કરમાં મતદાન બાદ ઘરે પહોંચતાં જ એક વૃદ્ધનું મોત થયું હતું. કેટલીક જગ્યાએ મતદાન કાર્યકરોની તબિયત લથડી હતી.

અહીં સિકર અને શ્રીગંગાનગર જિલ્લાનાં ઘણાં બૂથ પર EVM ખરાબ થવાને કારણે મતદાનમાં મોડું થયું હતું. એ જ સમયે ચુરુના સરદાર શહેરમાં એક બૂથ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અલવર, ઝાલાવાડ, શ્રીમાધોપુર સહિત અનેક વિધાનસભાનાં બૂથ પર વર-કન્યા પણ મતદાન કરવા આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *