મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાય એવી શક્યતા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે. ગુજરાતની ટીમ સાથે સંકળાયેલાં સૂત્રોએ આ ખબરને કન્ફર્મ કર્યા છે. શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સની કમાન સોંપવામાં આવી શકે છે.

મુંબઈનો એક ખેલાડી ગુજરાત આવશે
હાર્દિક પંડ્યાની અદલાબદલી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સાથે કરવામાં આવી છે. જોકે તે ખેલાડી કોણ છે એ અંગેની માહિતી હજુ સામે આવી નથી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાત આવી શકે છે અને હાર્દિક મુંબઈની કેપ્ટનશિપ કરશે. એવા પણ સમાચાર હતા કે હાર્દિકને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે અદલાબદલી કરવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સ ટીમ 2022ની સીઝનમાં પ્રથમ વખત IPLમાં પ્રવેશી હતી. હાર્દિકની આગેવાનીમાં ટીમે પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની ટીમ 2023ની સીઝનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *