હંમેશા પોતાની વિવાદાસ્પદ પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહેતા કથિત વિવેચક અને અભિનેતા KRK એટલે કે કમાલ આર ખાને પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષના ક્લેશન પર ટ્વિટ કર્યું છે. જણાવી દઈએ કે KRKનું કહેવું છે કે ફિલ્મ એક અઠવાડિયામાં હજાર કરોડની કમાણી કરી શકે છે અને આ સાથે જ KRK એ તે ટ્વીટમાં શાહરૂખ ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે.
શું છે KRKનું ટ્વિટ
વાત એમ છે કે KRKએ આ વખતે પોતાના ટ્વીટમાં આદિપુરુષના કલેક્શનનો અંદાજ લગાવ્યો છે અને તેના પર ટ્વીટ કરતાં લખ્યું છે કે ‘રિપોર્ટ્સ અનુસાર આદિપુરુષ પહેલા દિવસે જ 150 કરોડ રૂપિયા કમાઈ શકે છે આ સાથે જ તેને એમ પણ લખ્યું છે કે ફિલ્મ એક સપ્તાહમાં એક હજાર કરોડની કમાણી પણ કરી શકે છે. કારણ કે સાઉથમાં પ્રભાસનો ક્રેઝ શાહરૂખ ખાન કરતા વધુ છે.’
આદિપુરુષ 16 જૂને રિલીઝ થશે
જણાવી દઈએ કે ડિરેક્ટર ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થશે.આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મમાં રામ, રાવણ અને હનુમાનના લુકને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ VFX પર ફરીથી કામ કરવામાં આવ્યું છે.
આ સાથે જ એ વાત પણ જણાવી દઈએ કે ફિલ્મ પઠાણનું કલેક્શન ધમાકેદાર રહ્યું હતું અને પઠાણ માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ ભારતની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. શાહરુખ ખાનની પઠાણે 543.05 કરોડના કલેક્શન સાથે બાહુબલી 2, KGF 2 અને દંગલ જેવી તમામ મોટી ફિલ્મોને માત આપી છે. આ સાથે જ જો રિપોર્ટ્સનું માનીએ તો પઠાણનું વિશ્વભરમાં કલેક્શન 1100 કરોડની આસપાસ છે.