મતદારયાદીની ફરી ચકાસણી

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપંચે મતદારયાદીઓની ફરી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. એક મહિનાની મતદારયાદીઓની ખાસ સમીક્ષા ગયા વર્ષે ઓક્ટોબરમાં પૂર્ણ કરી લેવાઇ હતી. હવે નવેસરથી તપાસના આદેશને લઇને રાજકીય પક્ષો નારાજ થઇ ગયા છે. વિરોક્ષ પક્ષોનો આક્ષેપ છે કે સરકાર ચૂંટણીને ટાળવા માટે પ્રયાસ કરી રહી છે. ફરી સમીક્ષાના કાર્યક્રમાં એક એપ્રિલને પાત્રતા અથવા તો કટ ઓફ તારીખ રાખી છે.

10મી મેના દિવસે અંતિમ મતદારયાદી પ્રકાશિત કરાશે. પીડીપી નેતા મહેબૂબા મુફ્તિએ આક્ષેપ કરતા કહ્યું છે કે ચૂંટણી ટાળીને ભાજપ ચૂંટણીપંચના નિર્ણયને પ્રભાવિત કરવાના પ્રયાસમાં છે. પોતાની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારીએ કહ્યું છે કે 2018થી ચૂંટણી ટાળવાના પ્રયાસ થઇ રહ્યા છે. 16મી માર્ચે 13 વિપક્ષી દળોએ ચૂંટણીપંચને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટેની અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે પ્રદેશમાં સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદારયાદીમાં ફેર નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરાશે.

બીજા તબક્કામાં મતદારયાદીમાં એક એપ્રિલ 2023ની સ્થિતિ મુજબ સુધારા કરી શકાશે. અંતિમ મતદારયાદી 10મી મેના દિવસે જારી કરાશે. 19 જાન્યુઆરી 1990થી 9 ઓક્ટોબર 1996 સુધી છ વર્ષ અને 264 દિવસ રાષ્ટ્રપતિશાસન રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ સમયનો રાષ્ટ્રપતિશાસનનો ગાળો છે. આ વખતે 4 વર્ષ અને 285 દિવસ ( 19 જૂન 2018થી 31 માર્ચ 2023) સુધી થઇ ગયા છે, જે દેશમાં બીજી સૌથી લાંબી અવધિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *