રાજકોટ સિવિલમાં પતિની સારવાર ન થતા પત્નીએ ઝેરી દવા પીધી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો. 26 નવેમ્બરે દિલીપભાઈ બારોટની સારવાર દરમિયાન સિવિલ તંત્રની બેદરકારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ ગાંઠના ઓપરેશન વખતે છાતીના ભાગમાં તાર અંદર રાખીને ડ્રેસિંગ કરી નાખવામાં આવ્યું હતું. ન્યાય અને યોગ્ય સારવારની માંગ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા તેમજ સારવારમાં સ્થિતિથી કંટાળીને તેમના પત્ની જ્યોત્સનાબેન બારોટે આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રોશ છે અને સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઊભા થયા.

દર્દીના પત્નીએ દવા પીધી ત્યારે સિવિલ અધિક્ષકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સિવિલ અધિક્ષક કે RMOએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

દિલીપભાઈની સારવાર અને બાટલો ચડાવવા માટેની સહીની પ્રક્રિયાને લઈને ડોક્ટર અને દર્દીના પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાનો એક્સક્લુઝીવ વીડિયો પણ દિવ્યભાસ્કર પાસે આવ્યો. જેમાં જોઈ શકાય છે કે, દર્દી ભાન ગુમાવી રહ્યો હોવાનું જણાવી સગાઓએ તાત્કાલિક સારવાર શરૂ કરવા માંગ કરી હતી. દરમિયાન ડોક્ટરે સારવાર ચાલુ હોવાનું અને એનેસ્થેસિયાના ડોક્ટરની સૂચના મુજબ જરૂરી લખાણ ફાઈલમાં હોવાનું જણાવી પરિવારજનને તેનો ફોટો પાડી લેવા કહ્યું હતું, જ્યારે સગાઓએ સોઈ અને બાટલો ચડાવવા માટે લખાણ માંગી સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *