હિજાબ વિવાદ પર શબાના આઝમી ભડક્યા, કહ્યું- ધર્મના વચેટિયાઓએ સમાજમાં ભ્રમ ફેલાવ્યો

દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ તાજેતરમાં ઉષા કાકડેના પોડકાસ્ટમાં બુરખો, હિજાબ, ધર્મ અને કલાકારોના રાજકારણમાં આવવા જેવા મુદ્દાઓ પર વાત કરી છે.

શબાનાએ કહ્યું કે, તેઓ પોતે ધાર્મિક રીતરિવાજોનું પાલન કરત નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે પોતાને મુસ્લિમ માને છે. બુરખા વિવાદ પર તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ બુરખો પહેરતાં નથી, પરંતુ જો કોઈ તેમને તે પહેરવાથી રોકશે, તો તેઓ વિરોધમાં એકસાથે ત્રણ બુરખા પહેરી લેશે.

આ સાથે જ તેમણે ધર્મના નામે ભ્રમ ફેલાવતા વચેટિયાઓ અને સેક્યુલરિઝમની આડમાં કટ્ટરપંથ વધારનારાઓની પણ ટીકા કરી.

વાતચીત દરમિયાન શબાના આઝમીએ કહ્યું કે, કુરાનમાં ક્યાંય પણ મહિલાઓએ આ રીતે બુરખો પહેરવો જોઈએ એવી વાત લખવામાં આવી નથી. તેમના મુજબ, કુરાનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે, તમારી આંખોમાં શરમ અને મર્યાદા હોવી જોઈએ, અને આ નિયમ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ લાગુ પડે છે.

શબાનાએ ધર્મનું ખોટું અર્થઘટન કરનારા વચેટિયાઓ (મિડલમેન) પર નિશાન સાધતાં કહ્યું કે, આ લોકો ધાર્મિક ઉપદેશોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે અને સમાજમાં પડદા અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *