બિગ બોસ શાહરુખ-કરણ જોહરને કન્ટેસ્ટન્ટ બનાવવા માંગતા હતા

રિયાલિટી શો ‘બિગ બોસ’ના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને ટેલેન્ટ મેનેજર આનંદ ચવ્હાણ શોના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે.

સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે 2006માં ‘બિગ બોસ’ની પહેલી સીઝન માટે શાહરુખ ખાન અને કરણ જોહર જેવા મોટા કલાકારોનો કન્ટેસ્ટન્ટ તરીકે સંપર્ક કરવામાં આવ્યો હતો.

ચવ્હાણના જણાવ્યા અનુસાર, તે સમયે શોના ફોર્મેટમાં કોઈ હોસ્ટ નક્કી કરવામાં આવ્યો ન હતો અને મેકર્સનું સંપૂર્ણ ધ્યાન માત્ર મોટા ચહેરાઓને ઘરની અંદર લાવવા પર હતું. હાલમાં શોની 20મી સીઝન ચાલી રહી છે.

આનંદ ચવ્હાણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઈપણ નવા શોની શરૂઆતમાં સૌથી મોટા કલાકારો વિશે વિચારવું સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું, “જ્યારે અમે આ મોટા કલાકારોનો સંપર્ક કર્યો, ત્યારે અમને દરેક સાથે અલગ-અલગ અનુભવો થયા. જોકે, આ પ્રક્રિયામાં લાગેલા સમયને કારણે શોની નિર્ધારિત લૉન્ચ તારીખ પર કોઈ અસર પડી નહીં.”

તેમણે સ્પષ્ટ કર્યું કે મોટા સિતારાઓના ઇનકાર અથવા વાતચીતમાં સમય લાગવાથી શોમાં વિલંબ થયો નહોતો અને તેને નક્કી કરેલી યોજના મુજબ જ ટીવી પર લોન્ચ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *