ઉપલેટામાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ફટાણા તેમજ રાસ ગરબાની રમઝટ સાથે તુલસી વિવાહ ઉજવાયો

ઉપલેટામાં એનીમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટામાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્નગીતો, ફટાણા અને રાસ-ગરબાની રમઝટ જામી હતી. ભાવિકોએ મોડી રાત સુધી મનભણીને આ મહોત્સવને માણ્યો હતો.

ઉપલેટા શહેરમાં દર વર્ષની ઉજ્જવળ પરંપરા મુજબ આ વર્ષે પણ અબોલ અને નિરાધાર જીવોની સેવાર્થે કાર્યરત એનીમલ હોસ્ટેલના લાભાર્થે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ક્રિષ્ના ગ્રુપ – ઉપલેટા દ્વારા આયોજિત આ સમગ્ર ધાર્મિક મહોત્સવ ગત તા. 21-11-2026, શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે શહેરના મુખ્ય રાજમાર્ગ પર આવેલા બાપુના બાવલા ચોક ખાતે અત્યંત ભક્તિભાવ, ઉમંગ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ધામધૂમથી સંપન્ન થયો હતો.

આ અલૌકિક લગ્નોત્સવમાં ભગવાન કાળિયા ઠાકરની જાન જોડનાર એટલે કે જાનૈયા પક્ષ તરીકે રાધે સેવા ગ્રુપ અને યમુના ગ્રુપ – ઉપલેટાના કાર્યકરો તથા સભ્યોએ ઉત્સાહભેર જોડાઈને વાજતે-ગાજતે જાનનું ભવ્ય પ્રસ્થાન અને સ્વાગત કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *