કરીનાનો બિકીની લુક, શર્ટલેસ થયો સૈફ!

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાને જ્યારથી ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તેમની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ સૈફે પત્ની કરીના કપૂર ખાન અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે ગ્રીસના સુંદર દરિયાકિનારે માણેલા વેકેશનની ખાસ તસવીરો શેર કરી છે

યલો બિકીની અને ગ્રીન મોનોકિનીમાં કરીનાનો ગ્લેમરસ અંદાજ

સૈફની આ વેકેશન પોસ્ટમાં કરીના કપૂરનો બોલ્ડ બિકીની લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. એક તસવીરમાં કરીના યલો કલરની બિકીની પહેરીને એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી હતી. ખુલ્લા વાળમાં બેબોનો ટશન અને સ્ટાઇલ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. અન્ય એક તસવીરમાં કરીના ગ્રીન કલરની મોનોકિનીમાં ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળી.

બીજી તરફ, 56 વર્ષીય સૈફ અલી ખાને પણ પોતાની ફિટનેસથી સૌને ચોંકાવી દીધા છે. શર્ટલેસ લુકમાં સેલ્ફી લેતા સૈફનો અંદાજ એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. ઉપરાંત, વેકેશનની એક ખાસ તસવીરમાં સૈફ અને કરીના એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યા. લગ્નના આટલા વર્ષો બાદ પણ આ કપલ વચ્ચેની કેમેસ્ટ્રી અને રોમાન્સ કોઈ ન્યૂલીવેડેડ કપલ જેવો જ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *