15.02 લાખ યુનિટ સૌર વીજળીનું ઉત્પાદન

પશ્ચિમ રેલવેનાં રાજકોટ ડિવિઝન દ્વારા વર્ષ 2030 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ ડિવિઝન દ્વારા પોતાની વીજળીની જરૂરિયાતો પૂરી કરવા સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તથા નવીનીકરણીય ઊર્જાના ઉત્પાદન અને ઉપયોગને વધારવા માટે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

હાલ રાજકોટનાં રેલવે સ્ટેશનો અને ઓફિસ ભવનો પર કુલ 2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેના દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં 15.02 લાખ યુનિટ સૌર વીજળીનું ઉત્પાદન થતા રૂ. 1.14 કરોડની બચત થઈ છે.

2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્થાપિત
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2026 સુધીમાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો અને ઓફિસ ભવનો પર કુલ 2,270 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી ચૂકી છે. તેનાથી ડિવિઝનની વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં સૌર ઊર્જાનું યોગદાન વધ્યું છે તથા ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણને પણ પ્રોત્સાહન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *