ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જ સાઉથ આફ્રિકા ફરી એકવાર મોટી ટુર્નામેન્ટ ચોકર્સ ટીમ સાબિત થઈ છે. આ પાંચમી વખત છે જ્યારે આફ્રિકન ટીમ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હારી છે.

ગુરુવારે રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ મિલરે સૌથી વધુ 101 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *