રાજકોટમાં જમાઈએ સસરા અને સાળીના પૈસા ઓળવી લીધા

રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના બનેવી વિરૂધ્ધ પૈસા પડાવી લેવા અને જાનથી મારી નાખવા ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જમાઇ દ્વારા સાળીના પૈસા પડાવી લીધા બાદ તારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ છે કહી એક્ટિવા પડાવી લીધું અને બાદમાં સસરાનું ATM કાર્ડ ચોરી તેમાંથી 2.81 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા આમ કુલ રૂ.5.61 લાખ રોકડા અને એક્ટિવા મળી કુલ 6.08 લાખ રૂપિયા પડાવી લઇ પરત ન આપી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ છે જેને લઇ આજીડેમ પોલીસે નિખિલ ચંદારાણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી નિધીબેન મનસુખભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતા સાથે રહુ છુ અને કોઠારીયા રોડ ગોકુલ પાર્ક પાસે આવેલ લીટલ કીડસ સ્કૂલમાં નોકરી કરુ છું. 2024માં મેં મારી સાથે નોકરી કરતા હિમેશભાઈ જોષીને મે રૂ.2.80 લાખ રોકડા હાથ ઉછીના આપ્યા હતા. આ પછી અવારનવાર રૂપિયા માંગવા છતાં પરત ન આપતા મેં મારાં બેન બનેવીને વાત કરતા અમે આજીડેમ પોલીસ સ્ટેશનમાં હિમેશભાઈ વિરૂધ્ધ અરજી કરી હતી. આ પછી અમારે ઘરમેળે સમાધાન થઇ ગયું હતું અને હિમેષભાઈના પપ્પા દીલીપભાઈએ નોટરી કરાર કરી મને રૂ. 1.95 લાખ રોકડા આપ્યા હતા આ પછી પોલીસ સ્ટેશન ખાતે નિવેદન લખાવવા સમયે વધુ 85,000 આપ્યા હતા. આ સમયે મારા બનેવી નિખીલભાઈએ મને કહ્યું કે આ રૂપીયા હુ અત્યારે લઈ જાવ છુ અને આવતીકાલે તારા એકાઉન્ટમાં જમા કરી દઇશ તેમ કહેતા મે તેમને રૂપિયા આપી દીધા હતા

આ પછી 04.04.2026ના રોજ બપોરના મારાં બનેવીનો ફોન આવ્યો અને કહ્યું કે હિમેશએ તારા વિરૂધ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં પૈસા પડાવવા અને હાનિટ્રેપની ફરિયાદ કરી છે જેથી તારું એક્ટિવા અને તેની RC બુક આપ હું ત્યાં જમા કરાવતો આવુ છું જેથી મેં તેને એક્ટિવા અને RC બુક આપી હતી. આ પછી મારાં બનેવી પાસે મેં આપેલા રૂપિયા 2.80 લાખ અને એક્ટિવા પરત માંગતા જવાબ આપતા ન હતા. એટલું જ નહિ આ પછી ઘરે આવી મારાં પિતાનું ATM કાર્ડ ચોરી તેમાંથી 2.81 લાખ અલગ અલગ સમયે ઉપાડી લીધા હતા જે પણ પરત માંગતા ગલ્લા તલ્લા કરી આજ દિવસ પરત ન આપતા ફરિયાદ નોંધાવતા હાલ આજીડેમ પોલીસે બનેવી નિખિલ ચંદારાણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *