ગૂગલ અને માઇક્રોસોફ્ટ બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની મેટા પણ પોતાના ખર્ચ ઘટાડવા અને કર્મચારીઓની સંખ્યા ઓછી કરવામાં લાગી ગઈ છે.
ફ્રેન્ચ મીડિયા લા લેટ્રેના અહેવાલ મુજબ, મેટાએ ફ્રાન્સમાં કામ કરતા કર્મચારીઓને વોલન્ટરી એક્ઝિટ એટલે કે પોતાની મરજીથી નોકરી છોડવાની ઓફર આપી છે.
તાજેતરમાં હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ હવે કંપની પસંદગીના કર્મચારીઓને વળતર આપીને જાતે રાજીનામું આપવાનો વિકલ્પ આપી રહી છે.
આ યોજના હેઠળ નોકરી છોડનારાઓને 80% પગાર તો મળશે જ, સાથે જ મેટા તેમને નવી કુશળતા શીખવવા માટેની તાલીમ અને નવો વ્યવસાય શરૂ કરવામાં પણ સંપૂર્ણ મદદ કરશે.