ઇઝરાયલમાં આઇઝેનકોટના PM બનવાનો માર્ગ મોકળો

ઇઝરાયલમાં પૂર્વ સેનાપ્રમુખ અને વિપક્ષના નેતા ગાદી આઇઝેનકોટના વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે.

રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે બે દિવસની વાતચીત બાદ 11 સાંસદો ધરાવતી અરબ પાર્ટીઓની સંયુક્ત યાદીએ તેમને સરકારની બહારથી સમર્થન આપ્યું છે. આથી તેમને 67 સાંસદોનું સમર્થન મળી ગયું છે, જે બહુમતી કરતાં 6 વધુ છે.

બીજી તરફ, વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થનમાં હવે માત્ર 46 સાંસદો રહ્યા છે. નેતન્યાહૂની જૂની સહયોગી અતિ-રૂઢિવાદી પાર્ટી યુનાઇટેડ તોરા જ્યુડિઝમ (UTJ)એ તેમને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે.

નોંધનીય છે કે, 27 ઑક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ ગઠબંધનને બહુમતી મળી નહોતી. અરબ પાર્ટીઓના સમર્થનથી આઇઝેનકોટને સરકાર બનાવવાની પ્રથમ તક મળવાની સંભાવના વધુ મજબૂત બની છે.

આ ઇઝરાયલની અરબ વસ્તીના અધિકારોની વાત કરતું રાજકીય ગઠબંધન છે. તેમાં ત્રણ અલગ-અલગ પાર્ટીઓ સામેલ છે. ગઠબંધનમાં અરબ નેતાઓની સાથે યહૂદી નેતાઓ પણ છે.

હદાશ: ડાબેરી પક્ષ છે. અરબ અને યહૂદી નાગરિકોની સમાનતા, કામદારોના અધિકારો અને પેલેસ્ટાઇન સાથે શાંતિની હિમાયત કરે છે.
તાલ: અહમદ તિબીનો પક્ષ છે. અરબ નાગરિકોના સમાન અધિકારો, શિક્ષણ અને રોજગારની વધુ સારી તકો તથા પેલેસ્ટિની રાજ્યની સ્થાપનાનું સમર્થન કરે છે.
બલદ: અરબ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતો ધર્મનિરપેક્ષ પક્ષ છે. ઇઝરાયલને એવો દેશ બનાવવાની હિમાયત કરે છે, જ્યાં તમામ નાગરિકોને સમાન અધિકારો મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *