ટીચર સાથે વાત કરી રહી હતી, અચાનક જમીન પર પડી ગઈ

દિલ્હીના મયૂર વિહાર ફેઝ-2 સ્થિત એક શાળામાં 9 વર્ષની બાળકીનું ક્લાસરૂમમાં મોત થયું. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી શિક્ષિકા સાથે વાત કરી રહી હતી, ત્યારે અચાનક ક્લાસરૂમમાં પડી ગઈ. શાળાના સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડી હતી.

બાદમાં તેને નિર્માણ વિહારની મલિક હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ કાર્ડિયાક અરેસ્ટને મોતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

શિક્ષકોએ જણાવ્યું કે બાળકી ગેમ્સના પિરિયડ બાદ વર્ગખંડમાં પરત ફરી હતી. તે ખૂબ થાકેલી લાગી રહી હતી. કંઈક કહેતી વખતે તે અચાનક જમીન પર પડી ગઈ. તેને ઊંચકીને ખુરશી પર બેસાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સંપૂર્ણપણે બેભાન હાલતમાં હતી. જમીન પર પડવાથી તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું.

બાળકીના પરિવારે પૂછ્યું- તરત CPR કેમ ન આપ્યું

છોકરીના પરિવારે આરોપ લગાવ્યો કે સારી એવી ફી ચૂકવવા છતાં, શાળામાં આવી ઇમરજન્સીનો સામનો કરવા માટે યોગ્ય તબીબી વ્યવસ્થા નહોતી. તેમણે એ પણ પૂછ્યું કે બાળકી પડી ગયા બાદ તેને તરત CPR કેમ ન આપવામાં આવ્યું.

પરિવારના સવાલ પર પ્રિન્સિપાલે કહ્યું કે સ્ટાફને શરૂઆતમાં લાગ્યું હતું કે બાળકીના બેભાન થવાનું કારણ ચહેરા પર લાગેલી ઈજા હોઈ શકે છે. તેઓ તેની હાલતનું બીજું કોઈ કારણ વિચારી શક્યા નહીં. તેથી તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *