દિવાળીના અવસરે અને ધનતેરસ પર લોકો સોનાની ખરીદી કરે છે. પરંતુ સોનામાં ભેળસેળનો ડર પણ રહે છે. આવી સ્થિતિમાં સોનું કે જ્વેલરી કેટલી અસલી અને શુદ્ધ છે, તે સવાલ ઊભો થાય છે. ઘણી વખત લોકો શુદ્ધતાની સાચી જાણકારી ન હોવાને કારણે છેતરપિંડીનો ભોગ બને છે.
જોકે, સોનાની સાચી પરખ માટે લેબ અને નિષ્ણાતોની તકનીકો સૌથી સચોટ માનવામાં આવે છે, પરંતુ કેટલીક સરળ ઘરેલુ રીતો અને સરકારી નિયમો પણ છે, જેની મદદથી તમે ઘરે બેઠા જ તમારા સોનાની શુદ્ધતા ઓળખી શકો છો.
ઘરે બેઠા સોનાની શુદ્ધતા 5 રીતે તપાસી શકાય
જો તમે કોઈ બ્રાન્ડેડ જ્વેલર્સ પાસેથી HUID ધરાવતી ગોલ્ડ જ્વેલરી ખરીદી હોય, તો તમને BIS કેર એપ પર તેની તમામ માહિતી મળી શકે છે. તેમાં જ્વેલરી કેટલા કેરેટની છે, ક્યાં બનાવવામાં આવ્યો છે- આ બધી માહિતી મળે છે.
પરંતુ જો તમે ગામ કે નાના શહેરમાં કોઈ સોની પાસેથી જ્વેલરી ખરીદી હોય, તો પણ તેને હોલમાર્કિંગ સેન્ટર પર લઈ જઈને માત્ર 236 રૂપિયાના ખર્ચે તેની શુદ્ધતા જાણી શકો છો. સમજદારી એ જ છે કે HUID ધરાવતી જ્વેલરી ખરીદવામાં આવે, જેથી ગુણવત્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે ફરિયાદ કરીને ઉકેલ મેળવી શકો.