ચહલે પ્રેગ્નન્ટ પત્નીને દગો આપી લફરું કર્યું?

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્માના ડિવોર્સ અને પર્સનલ લાઈફને લઈને સોશિયલ મીડિયા પર એક નવો વિવાદ ઊભો થયો છે. છૂટાછેડા બાદ ક્રિકેટરનું RJ મહવશ સાથે નામ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ન ચાલ્યો. હવે, પિંકવિલાના પોડકાસ્ટમમાં તેણે નામ લીધા વગર ચહલ પર ગંભીર આરોપો લાગાવ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.

પોડકાસ્ટમાં શું દાવો કરવામાં આવ્યો?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ ક્લિપ મુજબ, મહવશે કથિત રીતે ખુલાસો કર્યો છે કે, ‘ભગવાન જે રીતે તમને બચાવે છે ને વિશ્વાસ નથી થતો. મારો એક્સ જે પરણિત હતો અને તેના ડિવોર્સ થયા કારણ કે તેણે તેની પ્રેગ્નન્ટ પત્નીને દગો આપ્યો હતો. આ વાતની જાણ થતાં જ તરત જ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો અને તેનાથી અંતર જાળવી લીધું.’ આ ક્લિપ વાઈરલ થયા બાદ લોકોનું માનવું છે કે તે ચહલની વાત કરી રહી છે. જોકે, તે કોઈ પણ જગ્યાએ ચહલના નામનો ઉલ્લેખ કરી રહી નથી.

મહવશે આગળ કહ્યું કે- ‘વન્સ અ ચીટર ઓલ્વેઝ અ ચીટર. જો કોઈ વ્યક્તિ આવા સંવેદનશીલ સમયે પોતાની પત્નીને દગો આપીને ડિવોર્સ સુધી વાત પહોંચાડે, તો તે ખૂબ જ મોટો ‘રેડ ફ્લેગ’ છે અને તે વ્યક્તિ યોગ્ય નથી. ભગવાને તેને આવા સંબંધથી બચાવી લીધી.’

સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ

આ વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સ ચહલના આ વર્તન પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને તેને આડે હાથ લઈ રહ્યા છે. તો બીજી તરફ, યુઝર્સ ધનશ્રી વર્માની પ્રેગ્નન્સીના કથિત દાવાઓને લઈને પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે જો તે સમયે પ્રેગ્નન્સી હતી તો આગળ શું થયું. જોકે, કેટલાક યુઝર્સ સ્પષ્ટપણે માની રહ્યા છે કે તે અહીં ચહલની વાત નથી કારણ કે, વીડિયો ક્લિપમાં તે જે મહવશે પોડકાસ્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે જે એક્સ-બોયફ્રેન્ડે પોતાની પ્રેગ્નન્ટ પત્નીને દગો આપ્યો હતો તે વ્યક્તિ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ મૂળ હરિયાણાનો છે. આમ, વાત સમજ્યા વગર માત્ર અડધા વીડિયોના આધારે ચહલનું નામ ખોટી રીતે આ વિવાદમાં ઢસડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *