ઈરાને ટ્રમ્પને ડસ્ટબિનમાં નાખ્યા

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે ઝટકો મળ્યો છે. તેઓની રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણી હારી ગઈ છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને સીનેટ સાથે-સાથે હાઉસ ઓફ રિપ્રઝેન્ટિવ્સમાં પણ ભારે બહુમત પ્રાપ્ત કરી લીધી છે. કન્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીએ લગભગ 100 વર્ષ બાદ ચૂંટણી જીતી છે. છેલ્લે 1932માં અહીંથી કોઈ ડેમોક્રેટ સીનેટર પસંદ કરવામાં આવ્યા હતા. અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ભારે મીમ વાઇરલ થયા છે. જેમાં યૂઝર્સના ટાર્ગેટ પર સૌથી આગળ ટ્રમ્પ છે.

ટ્રમ્પને ડસ્ટબિનમાં ફેંકી રહેલાં લોકો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મીમ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં થોડાં લોકો તેમને ઊંચકીને ડસ્ટબિનમાં નાખતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ મીમને ઈરાન ઇન ઇન્ડિયાના ઓફિશિયલ એક્સ પેજથી પણ શેર કરવામાં આવ્યો છે. આ સિવાય અનેક લોકોએ ટ્રમ્પને ડસ્ટબિનમાં ફેંકવામાં આવતા આ મીમને એક્સ પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મીમ્સ સાથે જોડાયેલી અનેક તસવીર પણ શેર થઈ રહી છે. તેમાંથી એક તસવીર ‘સ્ટેચ્યૂ ઓફ લિફર્ટી’ની છે. જ્યાં ફેલ્ગ પર લખેલું હતું- મેક અમેરિકા ટ્રમ્પલેસ અગેઇન. જોકે, મેક અમેરિકા ગ્રેડ અગેઇન ટ્રમ્પનો ચૂંટણી નારો રહ્યો છે. આ નારાને લઈને જ હવે આ મીમ બનાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *