એકત્ર રકમમાંથી 3000 વિદ્યાર્થીને અપાય છે નોટબુક

રાજકોટમાં યુવા સેના ટ્રસ્ટ શૈક્ષણિક ઉત્થાન માટે પસ્તી દાનમાંથી વિદ્યાદાનની અનોખી પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં ટ્રસ્ટ દ્વારા વર્ષના 12 મહિના દરમિયાન શહેરીજનોના ઘરેથી નિ:શુલ્ક પસ્તી એકઠી કરવામાં આવે છે અને તેમાંથી મળતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી આપવામાટે થાય છે.

યુવા સેના ટ્રસ્ટના પ્રદ્યુમ્નસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટના 15 સભ્યની ટીમ દ્વારા રાજકોટની જુદી જુદી સોસાયટીઓમાંથી ડોર-ટુ-ડોર જઈને જૂના છાપા અને ચોપડાનું કલેક્શન કરવામાં આવે છે.

એકત્ર થયેલી આ પસ્તીનું દર ચાર મહિને વેચાણ કરવામાં આવે છે. આ વેચાણ થકી દર વખતે રૂ.30,000થી 50,000 સુધીની આવક પ્રાપ્ત થાય છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે 3000 વિદ્યાર્થીઓને 10-10 ફુલસ્કેપ ચોપડાઓનું વિતરણ કરાય છે.

વાલીઓને આર્થિક રાહત અને બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન
શૈક્ષણિક સામગ્રી મળવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને શૈક્ષણિક ખર્ચમાં મોટી રાહત મળે છે, જ્યારે બાળકોને નવી સામગ્રી મળતાં તેઓ વધુ ઉત્સાહથી અભ્યાસ તરફ ધ્યાન આપે છે.”પસ્તી દાનમાંથી વિદ્યાદાન’નો સંકલ્પ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન લોકો ઘરની સાફ-સફાઈ કરતા હોવાથી તે સમયે અમને મોટા પ્રમાણમાં પસ્તી પ્રાપ્ત થાય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *