મથુરામાં દિવાળી પર ફટાકડા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતમાં 15 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 4ની હાલત નાજુક છે. આ સાથે 2 બાઈક અને 12 દુકાનો બળી ગઈ હતી. માહિતી મળતાં ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. આ અકસ્માત રયા કોતવાલી વિસ્તારના ગોપાલ બાગમાં થયો હતો
દિવાળી એટલે કે રવિવારે અહીંના ફટાકડા માર્કેટમાં ફટાકડાની 20 દુકાનો લગાવવામાં આવી હતી. બપોરે 2 વાગ્યાથી નગર અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ફટાકડા ખરીદવા ઉમટી પડ્યા હતા. બજારમાં ખરીદી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક દુકાનમાં આગ લાગી. આગ લાગતાની સાથે જ કેટલાક લોકોએ તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.