એપલના સીઈઓ ટિમ કુકે રવિવારે સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તમારી ઉજવણી સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલી રહે. આ પોસ્ટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે.
આ તસવીર ઉત્તર પ્રદેશના કોઈ ઘાટની લાગે છે. આમાં કેટલાક લોકો આકાશમાં ફાનસ છોડતા જોવા મળે છે. ચંદન ખન્ના આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFP સાથે ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અમેરિકાના મિયામીમાં રહે છે, પરંતુ અગાઉ દિલ્હીમાં રહેતા હતા. કૂકની પોસ્ટનો પ્રતિસાદ આપતા, તેમણે એપલના સીઈઓનો ઈન્સ્ટાગ્રામ પર તેમના “સતત પ્રેમ અને સમર્થન” માટે આભાર માન્યો.