ફટાકડાનાં લાયસન્સ માટે 205 અરજીઓ આવી

આગામી દિવાળીનાં તહેવારોને લઈને ફટાકડાનો વેપાર કરવા માટે રાજકોટ મનપાનાં ફાયર વિભાગ પાસે મંજૂરી લેવી જરૂરી છે. રાજકોટનાં જુદા-જુદા ફાયર સ્ટેશનો પર આ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ફાયર વિભાગને કુલ 205 અરજીઓ મળી છે. જે પૈકી 13 સ્થળોએ ચેકીંગ કરીને અભિપ્રાય આપી દેવામાં આવ્યો છે. બાકીની 192 અરજી હાલમાં પેન્ડિંગ હોય ફાયરની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગતવર્ષના નિયમ મુજબ 500 ચો.મી. જગ્યામાં ફાટકડાનો વેપાર કરવા માટે ફાયર એનોસીની જરૂર નથી. પણ ફાયર વિભાગનો અભિપ્રાય લેવો ખાસ ફરજિયાત હોય છે. ત્યારબાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત હાલ રાજકોટનાં જુદા જુદા ફાયર સ્ટેશનોમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આ માટે ફાયરના પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેની સ્થળ તપાસ કર્યા બાદ અમારી ટીમ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *