ફેસ્ટિવ સીઝન હોવા છતાં ભારતમાં છેલ્લા 3 મહિનામાં નવા સ્માર્ટફોનનું વેચાણ 26% ઘટી ગયું છે. માર્કેટ રિસર્ચ ફર્મ ‘Omdia’ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં કુલ 3.58 કરોડ ફોન જ વેચાયા.
વર્ષ 2016 પછી એટલે કે છેલ્લા 10 વર્ષમાં કોઈપણ ત્રિમાસિક ગાળામાં આ સૌથી ઓછું છે. સ્માર્ટફોનના સતત વધી રહેલા ભાવ અને લોકો દ્વારા જૂના ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો, આ ઘટાડાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
સેમસંગે સૌથી વધુ 67 લાખ ફોન વેચ્યા, એપલ 5મા સ્થાને
સેમસંગે સમગ્ર દેશમાં 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (જુલાઈથી સપ્ટેમ્બર) 67 લાખ ફોન વેચીને ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવ્યું. અઢી વર્ષ (Q1 2024) બાદ સેમસંગ ફરીથી નંબર-1 પર પહોંચી છે.
તેની પાછળ તેના સસ્તા ફોન (જેમ કે Galaxy A07, A17 અને A27) અને પ્રીમિયમ સ્માર્ટફોનની સારી માગ રહી. આ ઉપરાંત સરળ હપ્તા અને એક્સચેન્જ ઓફર્સથી પણ ફાયદો થયો.