રાજકોટમાં ઇટાલિયાના ભાજપ સરકાર પર પ્રહારો

રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર વીજળી અને પાણીના મેનેજમેન્ટને લઈને આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં 30 વર્ષના શાસન છતાં વીજળીના ધાંધિયા, નવરાત્રિમાં ગામડાંઓમાં અંધારપટ અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે તેને લઈ સરકારને ઘેરી હતી. એટલું જ નહીં, વીજળીની અછતને પહોંચી વળવા ઉદ્યોગોને ફરજિયાત ચાર કલાક ફેક્ટરી બંધ રાખવાની સૂચનાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.

વિદેશ પ્રવાસ કરતા ભાજપના નેતાઓને સવાલ કરતાં ઇટાલિયાએ કટાક્ષ કર્યો કે, ભાજપના નેતાઓ વર્ષમાં 10- 10 વખત વાઇબ્રન્ટ સમિટ સહિતની યોજનાઓના નામે વિદેશ જાય છે. ત્યાં જઈને આ લોકો જોતા નહીં હોય કે ત્યાં વીજળી, પાણી, ગટર, રસ્તા, બ્રિજ, સરકારી સર્વિસ, પોલીસ અને રેવન્યુ અધિકારીઓ કેવા છે? કે પછી ખાલી દારૂ પીને પાછા આવી જતા હશે? હમણાં કોમનવેલ્થના નામે ભાજપના 500 વ્યક્તિઓ વિદેશ ગયા હતા. ત્યાં જોયું નહીં કે સીટી ટ્રાન્સપોર્ટેશન અને ક્લિનલીનેસ કયા પ્રકારની છે? વિદેશનું કંઈક સારું અહીં લઈ આવો બાકી અમારા પૈસે શા માટે ફરવા જાવ છો?

ગુજરાતમાં વીજળી નથી. હવે બધું વાઇબ્રન્ટ કરવું છે પણ વગર વીજળીએ જો વાઇબ્રન્ટ કરવું હોય તો છાંટો પાણી નાખવું પડે. મને લાગે છે કે, વિદેશથી મહેમાનોને બોલાવી બે બાટલી પીવડાવીને ધુણાવવાનો ધંધો છે કે શું. જો વેપાર કરવાનો હોય વાઇબ્રન્ટ કામ કરવાના હોય તો વીજળી જોશે. કનેક્ટિવીટી જોશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *