જિયોનું ₹8,110 કરોડનું એન્કર બુક 30 ગણું સબ્સ્ક્રાઇબ થયું

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનો IPO આજે, 19 ઓક્ટોબરે એન્કર ઇન્વેસ્ટર્સ એટલે કે મોટા સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્યો છે. તેના એન્કર બુકને અત્યાર સુધીમાં 30 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મળી ચૂક્યું છે.

IPOમાં કુલ 8,110 કરોડ રૂપિયાના શેરો એન્કર ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે. તેની સામે એન્કર ઇન્વેસ્ટર્સે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બોલીઓ લગાવી છે.

કોઈપણ ભારતીય IPO માટે આ અત્યાર સુધીની સૌથી મોટી સંસ્થાકીય બોલી છે. આ એન્કર બુકમાં વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર્સ, સોવેરન વેલ્થ ફંડ્સ, ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ સામેલ થયા છે.

દેશની ટોચની 10 મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે રોકાણ કર્યું

એન્કર બુકમાં ભારતીય સંસ્થાકીય રોકાણકારોમાં દેશની ટોચની 10 મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ સામેલ છે, જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ મુખ્ય છે.

દેશની સૌથી મોટી વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સે એન્કર બુકમાં ભાગ લીધો છે. તેમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC), HDFC લાઇફ, SBI લાઇફ, SBI પેન્શન, HDFC પેન્શન અને ICICI પ્રુડેન્શિયલ જેવા મોટા નામો સામેલ છે. આ ઉપરાંત ટેક્નોલોજી-ફોર્સ્ડ ગ્લોબલ ફંડ્સ અને મોટી ફેમિલી ઓફિસોએ પણ તેમાં રોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે.

ફોરેન લોન્ગ-ઓનલી ફંડ્સની સૌથી વધુ માગ

જિયોની આ એન્કર બુકમાં મોટાભાગની માગ ફોરેન લોંગ-ઓનલી ફંડ્સ, સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સ તરફથી આવી છે. તેથી જાણવા મળે છે કે એન્કર બુકમાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખનાર ઇન્સ્ટિટ્યુશનલ કેપિટલ આવ્યું છે. ભારતમાં રોકાણ કરતું લગભગ દરેક મોટું ફંડ આ ઇશ્યૂમાં ભાગ લઈ રહ્યું છે અને કોઈ પણ અગ્રણી ફંડ તેનાથી દૂર રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *