78 વર્ષ પછી અણનમ 400 રનની ઇનિંગ્સ!

મિઝોરમના બેટર ચિન્મય સુતારે નાગાલેન્ડ સામે 400 રનની અણનમ ઇનિંગ્સ રમી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ આંકડો સ્પર્શનારા તેઓ બીજા ભારતીય બન્યા. તેમના પહેલાં 1948માં મહારાષ્ટ્રના બાબાસાહેબ નિંબાલકરે કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

દીમાપુરમાં 29 વર્ષીય ચિન્મયે 517 બોલમાં 46 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ્સ સાથે તેઓ રણજી ટ્રોફીની એક ઇનિંગ્સમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનારા બેટર બની ગયા. તેમણે પૃથ્વી શૉના 379 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો.

મિઝોરમની શરૂઆત ખરાબ રહી. સાહિલ રેઝા 4 રન બનાવીને આઉટ થયા, જ્યારે લાલરોઇઝેલાએ 63 બોલમાં 31 રન બનાવ્યા. જોસેફ લલથનખુમા માત્ર 1 રન બનાવી શક્યા અને મનેન્દ્ર સિંહે 39 બોલમાં 27 રન ઉમેર્યા.
ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા ચિન્મયે વિકેટકીપર જેહુ એન્ડરસન સાથે 168 રનની ભાગીદારી કરી. એન્ડરસને 151 બોલમાં 69 રન બનાવ્યા. ત્યારબાદ નાગાલેન્ડના બોલરોએ વાપસી કરતાં મિઝોરમનો સ્કોર 314/4થી 392/9 સુધી પહોંચી ગયો.
નવ વિકેટ પડી ગયા બાદ ચિન્મય અને અંતિમ બેટર લાલરેમપુઇયા છકછુઆકે મોરચો સંભાળ્યો. બંનેએ 10મી વિકેટ માટે અણનમ 189 રનની ભાગીદારી કરી. છકછુઆકે 76 બોલમાં 14 રન બનાવ્યા, જ્યારે ચિન્મયે આ ભાગીદારી દરમિયાન 400 રન પૂરા કર્યા. ત્યારબાદ મિઝોરમે 581/9ના સ્કોર પર દાવ જાહેર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *