ફ્રાન્સના રાષ્ટ્રપતિ બોલ્યા- તોડફોડ કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે

ફ્રાન્સમાં 17 ઓક્ટોબરે થયેલી હિંસા અને લૂંટફાટને લઈને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ રવિવારે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું. તેમણે રવિવાર રાત્રે પોતાના સંબોધનમાં કહ્યું કે જેમણે તોડફોડ અને લૂંટફાટ કરી છે, તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.

વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ સોમવારે સરકારની કટોકટી બેઠક બોલાવી. ત્યારબાદ તેમણે સોમવાર સાંજથી કેટલાક વિસ્તારોમાં આંશિક કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડે તો દેશમાં કટોકટી પણ જાહેર કરી શકાય છે.

મોંઘવારી અને સરકારી સુવિધાઓમાં ઘટાડા સામે શનિવારે 8 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા. શરૂઆતમાં સ્થિતિ શાંતિપૂર્ણ હતી, પરંતુ બાદમાં કાળા કપડાં પહેરેલા અને ચહેરા ઢાંકેલા કેટલાક લોકોએ તોડફોડ અને લૂંટફાટ શરૂ કરી દીધી.

અંદાજ છે કે આશરે 1,500 દુકાનો અને વેપારી સંસ્થાઓમાં લૂંટફાટ કરવામાં આવી અથવા તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસ છોડ્યો અને ભીડ પર પાણીનો મારો કર્યો.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે આશરે 1000 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાંથી સાતની હાલત ગંભીર હતી. ગૃહમંત્રી નુનેઝ પર આરોપ લાગી રહ્યા છે કે તેઓ અગાઉથી નક્કી કરાયેલા પ્રદર્શનો માટે પૂરતી તૈયારી કરી શક્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *