એપલના પહેલા ફોલ્ડેબલ ફોનનું બુકિંગ આજે શરૂ થશે

એપલના પ્રથમ ફોલ્ડેબલ ફોન આઇફોન ડ્યુઓનું ભારતમાં બુકિંગ આજે સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે. ભારતમાં ફોનનું બુકિંગ એપલના સત્તાવાર ઑનલાઇન સ્ટોર, એપલ રિટેલ સ્ટોર્સ અને અધિકૃત રિટેલર્સ દ્વારા કરી શકાશે.

તેની ડિલિવરી અને સ્ટોર્સમાં વેચાણ 23 ઑક્ટોબર 2026થી શરૂ થશે. આઇફોન ડ્યુઓ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન છે. તેની શરૂઆતની કિંમત આશરે 2.99 લાખ રૂપિયા છે, જ્યારે ટૉપ મૉડલની કિંમત 4.50 લાખ રૂપિયા સુધી જાય છે.

પસંદગીના બેંક કાર્ડ્સ પર 12 મહિના સુધીની નો-કૉસ્ટ EMIની ઑફર છે. સાથે જ કેટલાક ક્રેડિટ કાર્ડ્સ પર ₹7,000 સુધીનું કૅશબૅક મળશે.

આઇફોન ડ્યુઓમાં 5.4-ઇંચનું કવર ડિસ્પ્લે અને અંદર 7.6-ઇંચની મુખ્ય સ્ક્રીન છે, જે અત્યાર સુધીના કોઈપણ આઇફોનનું સૌથી મોટું ડિસ્પ્લે છે. તેમાં ફિઝિકલ સિમ કાર્ડ લગાવી શકાશે નહીં, એટલે કે તે માત્ર ઈ-સિમ પર જ ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *